મારી ડાયરી ના પાને...,
તારી સાથે ચાલતા ચાલતા,
ખબર જ ના પડી,
ક્યારે હું અને તુ માથી
આપણે બની ગયા,
અલગ અલગ ચાલતા હંમેશા,
ખબર ના પડી,
ક્યારે એકબીજા ની
સાથે ચાલતા થઈ ગયા....
અંધારી રાત નો અંધકાર,
ખબર જ ના પડી,
ક્યારે તારા સાથ થી,
અચાનક ઝગમગ વા લાગી.......