અઝીઝ બિન્દાસ બની કવિતા લખે છે,
નિઃશબ્દમાં પ્રાણ પુરી કવિતા લખે છે.
પડીને પધાર થયેલ શબ્દોને ઉભા કરીને,
ધડકનમાં ધકધક થાય તેવી કવિતા લખે છે.
પાનખરમાં વસંત વેલી ચોગરદમ ખીલવીને,
આડે વગાડે કોયલ ટહુકા કરતી કવિતા લખે છે.
સૂરજમુખી ફૂલનાં દર્શન કરી ઈશ્વર યાદ આવે,
રવિરાજમાં પ્રકાશ પુંજ પુરી કવિતા લખે છે.
પ્રેમ મહોબત માધ્યમમાં કવિતાનો આશરો લઈને,
અઝીઝ દિલની દાસ્તાન રૂબરૂ કહેવા કવિતા લખે છે.
ભાટી એન અઝીઝ
31/12/20