પ્રયત્ન
તું પ્રયત્ન તો કર,
નસીબ તૈયાર છે તને બધું આપવા...
તું પ્રયત્ન તો કર,
દુનિયા તૈયાર છે તારી સામે ઝુકવા...
તું પ્રયત્ન તો કર,
સફળતા ટેકવશે તારા આગળ માથું...
તું પ્રયત્ન તો કર,
મળી જશે એ બધું જ જે તે વિચાર્યું...
વગર પ્રયત્ને તો કોળિયો પણ નથી આવતો મોંમાં,
વગર પ્રયત્ને તો નાનકડું કાર્ય પણ નથી થતું જીવનમાં,
છોડ આ દુનિયાની નકારાત્મકતા,
બસ એક વખત કરી જો ખુદ પર વિશ્વાસ,
બસ એક વખત કર પ્રયત્ન,
બીજો પ્રયત્ન કરવાનું બળ એ જ પૂરું પાડશે...