કેટલું બધું ચુકી જવાતું હોય છે?!!
ક્યારેક બંધ બારણે પડેલાં પ્રિયજનના ટકોરા તો કયારેક પગતળે કચડાઈ જતાં ફૂલોનો કાંટા સાથેનો પ્રેમમિલાપ...
કયારેક ચાર દીવાલોની વચ્ચે ખુણામાં શોષાઈ જતાં ડૂસકાં તો કયારેક ભીડમાં પણ વિખરાઈ જતું હૈયાફાટ એવું મૌન રુદન...
કયારેક સમાજની બીકે બાંકડે બેઠેલા પ્રિયાજનનો સ્પર્શ તો કયારેક ઇનબોકસમાં આવેલ પ્રિયજનના મેસેજની નોટીફીકેશન....
અને, અને છતાં પણ કંઇ જ નથી ચુકી જવાતું એ ભ્રમમાં ચુકી જવાતું ઘણું બધું, ઘણું ખરું,ઘણું નજીકનું વ્યકતિ અને એની સાથે જ ચુકી જતો એમનો સ્પર્શ અને એમના પ્રેમનો અહેસાસ.....