છૂટાછેડા
આદિકાળથી ચાલી આવતી અને અનંત સુધી ચાલશે એવી લગ્નપ્રથાની આજે વાત કરવી છે, જેમ આદીમાનવ આદીને છોડી માનવ બનવા ગયો એમ આ પ્રથામાં પણ ફેરફાર આવ્યા, હવે તો મેરેજના પણ પ્રકાર પડી ગયા છે જેમકે લવમેરેજ, એરેન્જ મેરેજ, કોર્ટમેરેજ.
પણ મારે વાત લગ્નની કરવી જ નથી, વાત કરવી છે લગ્ન પછી પાટા પરથી ઉતરી જતી લગ્નજીવની ગાડીની.
હમ.. બરાબર સમજ્યા: છૂટાછેડા
તમે ગમે તેવા મેરેજ કરો ચાહે એ લવમેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય. ડિવોર્સને ડિવોર્સ જ બોલાય ન તો એને લવ ડિવોર્સ બોલી શકો કે ન તો એરેન્જ ડિવોર્સ બોલો છો.
ડિવોર્સ મોટા ભાગે ત્યારે જ આકાર લે છે જયારે મતભેદ વધે અને આ મતભેદ ઝગડામાં રૂપાંતર પામે છે.
વકીલ મૃણાલીની દેશમુખનુ માનીએ તો લવમેરેજ ના કિસ્સામાં ડિવોર્સનુ મુખ્ય કારણ ઓછી સહનશક્તિ અને એકબીજાને સમજવા માટે જોવા મળતી એબીલીટીનો સંપુર્ણ અભાવ છે. ખરેખર તો, એક હોટલમાં કોઇને બે કલાક માટે ડેટ કરવા અને એક જ છત નીચે પુરી જીંદગી વિતાવવી એમાં જમીન આસમાન જેટલો તફાવત હોય છે. અને જો તમે એ બે કલાકની ડેટ ને તમારી પુરી લાઇફમાં ઉમેરવા ઇચ્છતા હો તો નક્કી કરી લો કે તમે બરાબર જ છો ને... જેની સાથે તમે બે કલાક ગાળી શકો એની સાથે જીવન પસાર થઇ જ જશે એ માનવું ભુલ ભર્યુ છે.
હવે વાત એરેન્જ મેરેજ ની જેમાં પાત્રોની પસંદગી હંમેશાં પેરન્ટસ કે કુટુંબના બીજા કોઇ મેમ્બરની હોય છે. મેરેજ પછી બે થી ત્રણ વર્ષ બધું બરાબર ચાલે છે પણ પછી જ પ્રોબ્લેમ ચાલુ થાય અને તને આવો ન હતો ધાર્યો થી લઇને તુ મારે જ પનારે કેમ પડી, કયા પાપ કર્યા હશે તે હુ અહીં આવી, વગેરે ફરિયાદો સાંભળવા મળતી હોય છે અને છેલ્લે કયારેક એ ડિવોર્સ મા પરીણમે છે.
જો કે અમેરીકા અને બીજા દેશ કરતા ભારતમાં ડિવોર્સનું પ્રમાણ ઘણું નીચું છે. એક જાણીતી વેબસાઇટ પ્રમાણે તો ભારતમાં દર સો કપલમાંથી એક કપલ ડિવોર્સ તરફ વળે છે પણ હવે આ આંકડો વધી રહ્યો છે જે એક કપલથી લઇને અત્યારે સાતએ પહોંચ્યો છે.
બીજુ એક મુખ્ય કારણ છે કે અત્યારે સ્ત્રી પણ પુરુષસમોવડી બની ગઇ છે એટલે કદાચ એ કોઇના અન્ડર નીચે કે પ્રેશર નીચે રહેવાનું પસંદ નથી કરતી. ઉપરાંત એક સર્વે મુજબ અત્યારના જુવાન કપલ જેટલું ધ્યાન પોતાના વર્કમાં આપે છે એટલું ધ્યાન પોતાની મેરેજલાઇફ માં આપી શકતા નથી એટલે ક્યારેક ફીઝીકલી કે મેન્ટલી સાથના અભાવના કારણે ડિવોર્સ વધી રહ્યા છે.
છેલ્લે એક કહેવત મુજબ, મેરેજ પહેલાં બદામના પાનમાં પણ બન્ને સમાઇ જાય અને પછી કેળનુ પાન પણ ટુંકુ પડે એવી હાલત હોય છે.