જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપતી ગઈ....
રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતી ગઈ....
મુરઝાયા પછી પણ મારી સુવાસ ની ચર્ચા છે અહીં....
વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતી ગઈ....
ઉંચાઈએ રહેવાનો મને મોહ જરા પણ નથી .....
સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા.....
ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખતી ગઈ....
આ મુસ્કાન જોઈ એમ ન માનતા કે રડી નથી હું ક્યારેય.....
પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખતી ગઈ.....
કોશિશ તો કેટલીયે કરી હશે જિંદગીએ મને રડાવવાની.....
પણ સવાલ વટનો હતો,હું હમેશા હસી ને જીવતીગઈ ......
પણ હવે સમજાયું જિંદગી તો સારીજ છે
હવે હુ પોતાની રીતે જીવતી ગઈ...
-Rupal Patel