તું હંમેશા યાદ રહેશે 2020...
ઘણું બધું શીખવાડીને જાય છે તું....
મોતના ઓથાર વચ્ચે પણ જીવવાનું અને જીતવાનું શીખવી જાય છે તું...
સતત દોડતી હાંફતી જીવનની ઘટમાળને થોડો વિરામ આપી જાય છે તું....
કુદરત આગળ માનવની શું વિસાત એનો એહસાસ કરાવી જાય છે તું.....
આવતીકાલની ચિંતા છોડી,મળેલી આજને જીવતા શીખવી જાય છે તું...
મુજમાં જ ખોવાયેલી મારી સાચી ઓળખ કરાવીને જાય છે તું....
તું હંમેશા યાદ રહેશે 2020....