જીવનમાં ત્રણ વાતો હંમેશા ખુબજ મહત્વની હોય છે.પ્રતીક્ષા, પરીક્ષા અને સમીક્ષા.
મનુષ્યનો જીવ ઉતાવળીયો જીવ છે.આજની આ ભાગદોડવાળી જિંદગીમાં મનુષ્ય રોકાવાનું ભૂલી ગયો છે.કોઈની પણ રાહ જોવાનું ભૂલી ગયો છે.એ જે પણ કઈ કરે એનું એને ત્વરિત ફ્ળ જોઈએ છે.એ પ્રતીક્ષા કરવાનું ભૂલી ગયો છે.આખા જીવન દરમિયાન મનુષ્ય સાધના કરે, તપ કરે, પુરુષાર્થ કરે.આવી અનેક ક્રિયાઓ મનુષ્ય દિવસ દરમિયાન કરે છે.પણ એને એનું ફ્ળ તરત જ જોઈએ છે.પણ ફ્ળ મેળવવા માટે પ્રતીક્ષા કરવી પડે છે.જે આજે આપણે નથી કરતા. કરેલા કર્મનું ફ્ળ પ્રભુ હંમેશા આપે જ છે પણ એની માટે આપણે પ્રતીક્ષા કરવી પડે છે.
જીવનમાં બીજી મહત્વપૂર્ણ વાત પરીક્ષા છે.જીવનના દરેક મોડ પર કોઈ ને કોઈ પ્રકારની પરીક્ષા આપણને આપવી પડતી હોય છે.આ પરીક્ષાનો સામનો જીવનમા હંમેશા સચ્ચાઈ અને હિંમતથી કરવો જોઈએ .પ્રમાણિક પણે જિંદગીની પરીક્ષા આપતાં રહીશું તો કોઈની હિંમત નથી આપણને પરીક્ષામાં નાપાસ કરવાની.જીવનમાં અનેક વિષાદ આવે છે આ વિષાદને પહોચી વળવા દરેકે પરીક્ષા આપવી પડે છે.એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે વિષાદ પછી જ પ્રસાદ મળે છે.
ત્રીજી અને મહત્વપૂર્ણ વાત છે સમીક્ષા.મનુષ્યએ હંમેશા પોતે પોતાની સમીક્ષા કરતા રહેવુ જોઈએ.પોતાની કરેલી સમીક્ષા એ પોતાનામાં લાવેલો સુધાર છે.પોતાનામાં લાવેલો સુધાર જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.મનુષ્યને ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ પોતાની સમીક્ષા કરવાથી જ પ્રાપ્ત થાય છે.
Rajeshwari Deladia