*શીર્ષક :-* સફર
*પ્રકાર :-*અછંદાસ
➖➖➖➖➖➖➖➖➖
સમયે સમયે
દોડ છે
તોડ છે
જોડ છે
ને પછી...
એક
રોડ છે
મોડ છે
આવન છે
જાવન છે
ને ફરી ફરી
આ સફર જીવની
જન્મ જન્માંતર છે..
કોમળ કોમળ
પગલાંથી
લાકડીના
ટેકા સુધી
ઢસડાતી
આથમતી
ઉગતી છે.....
ને પાછી
નિરંતર
અને
કાયમ છે.
➖➖➖➖➖➖➖➖➖
"નીલ"