માનવ તરીકે જીવી થયા દેવ ' બાપુ' તમે.
જીવનને શણગારી થયા દેવ ' બાપુ' તમે.
સંભારણાં અતીતના અકબંધ છે આજે,
અંતરને ઊભરાવી થયા દેવ ' બાપુ' તમે.
સંઘર્ષ કરીકરી જીવ્યા જીવન આપ તો,
ઈશ્વરને સદા સ્મરી થયા દેવ ' બાપુ' તમે.
ઉપકારો તમારા અગણિત અમારા પર,
વાટ અનંતની લઈને થયા દેવ ' બાપુ' તમે.
દેજે શાંતિ પરમપિતા એ દિવ્ય આતમને,
મુસાફરી કરી પૂરીને થયા દેવ ' બાપુ' તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.