કોઈ પણ કાર્ય કરવું હોય. તો એ કાર્ય કરવા માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે.વગર મહેનતે ક્યારેય કઈ પણ મળતું નથી.
મહેનત માટે આપણે જાણીએ છીએ કે અનેક સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ.આ દરેક શબ્દોનું મહત્વ પણ ઘણુ રહેલું છે.
આપણા જીવનમાં મહેનતનું અગત્યનું સ્થાન બતાવવામાં આવ્યુ છે.કોઇપણ કાર્ય કરવા માટે મહેનત કરતા રહેવુ જોઈએ.મહેનત કરવાથી જ સફળતાનાં શિખરો પ્રાપ્ત થાય છે.વગર મહેનતે ક્યારેય કઈ પણ પ્રાપ્ત થતુ નથી. વગર મહેનતે મળેલું ક્યારેય પચતું પણ નથી. મહેનત વગર મેળવેલી વસ્તુ વધું દિવસ જીવિત પણ રહેતી નથી. એટલે જ મહેનતને , પરિશ્રમ ને પારસમણી જોડે સરખામણી કરવામાં આવી છે.
આજે આપણે જોઈએ તો બધાને જ બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે મહેનત નથી કરવી.આજે આપણને દરેકને વગર મહેનતે બધુ જ મેળવવાની ઈચ્છા હોય.
અથવા તો કહો કે ઓછી મહેનતે વધુ પ્રાપ્ત કરવું છે.
આપણે એક વિદ્યાર્થીનું ઉદાહરણ લઈએ તો દરેક બાળકે આજે વગર મહેનતે પાસ સફળતા પ્રાપ્ત કરવી છે.પણ મિત્રો એક વાત હમેશા યાદ રાખજો કે મહેનત કર્યા વગર મેળવેલી વસ્તુમાંથી કયારેય આપણને સંતોષ પ્રાપ્ત થતો નથી.પોતે કરેલી બાબતમાં સંતોષ પ્રાપ્ત કરવા માટે હંમેશા બધા મહેનત કરવી જોઈએ.
મહેનત કર્યાંનું ફ્ળ હંમેશા મીઠુ જ હોય છે એટલે હમેશા બધા એ મહેનત કરતા રહેવુ જોઈએ.
Rajeshwari Deladia