આપણું ગુજરાત
દ્વારકાની બોટમાં,
સોમનાથના કિનારે,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
ગીરના અભયારણ્યમાં,
ગિરનારની ટોચ પર,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
કચ્છના સફેદ રણમાં,
નડાબેટની જોરદાર હવામાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
જેસોરના ધાર્મિક સ્થળોમાં,
અંબાજીના પાવન મંદિરમાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
સ્તંભેશ્વર તીર્થ સ્થળે,
ઇડરિયા ગઢની ઉપર,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
જૈન વારસાઓ પોળો જંગલમાં,
સાપુતારા ડાંગના જંગલમાં,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
દારૂબંધી રાજ્ય તરીકે પ્રખ્યાત,
દિવ-દમણમાં ખુલ્લી છૂટમાં વિખ્યાત,
થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં...
આપણું ગુજરાત સૌથી નિરાળુ,
માનમાં લખાઈ કવિતા અનેક,
સાંભળો જરા અને આવો ગુજરાતમાં...