Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સુર્ય, હું ધરા

તું સુર્ય, તું તો રહી શકે મારા વિણા, પણ હું તો ધરા, રહી ના શકું એક પળ 


તું મારું સુંવાળું રેશમી ચિર, હું તો માત્ર તારા પીતાંબર ના હર એક તાર નો વળ 


તું  બુદ્ધિમાન , બળવાન, સુર્ય જેવું તારું તેજ; અને હું પામુ તારી પાસે થોડું આત્મબળ 


તારા વિના ક્યાં પામી શકું સુખ, ચૈન અથવા શાંતિ; થઈ જાઉં તારા વિણા બેકળ.


સાગર તું, નદી તું, કિનારો તું, પતવાર તું, હું તો એક ગાગરમાં સમાયલું થોડું જળ.


પ્રિય હું ઓસ નું નાનકડું બિંદુ, જે ઝળકે તારી ઉપર; તું તો છે મારું શ્વેત કમળ 


નાવ મારી ચાલે સહારે તારા, માઝિ તું, જોજે આવે નહિ જીવન માં કોઇ વમળ 


Armin Dutia Motashaw  




 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111635107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now