*28/12/2020*
🙏 *આજનો સત્સંગ* 🙏
*શ્રી ઠાકોરજી ની સેવા માં સ્નેહ નું એટલું જ મહત્વ છે જેટલું માનવ દેહ માં શ્વાસ નું મહત્વ છે*.. *સ્નેહ વગર ની સેવા માત્ર ક્રિયાવત છે..કેમ કે શ્રી ઠાકોરજી માત્ર સ્નેહ થી બંધાય છે*...
*ભગવદીયો નો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે. આ જીવન દુર્લભ છે,ભાગ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે,ભગવદીય નો સંગ મળે ત્યારે સમજ માં આવે કે સારું થયું મને માનવ દેહ મળ્યો, વૈષ્ણવ નો દેહ મળ્યો*,
*જેથી ભગવદ્ ચર્ચા ( સત્સંગ ) કરવાનો લાભ મને આ ભગવદીયો સાથે મળ્યો છે*.
*દર્શન કરતાં એવો ખ્યાલ આવે કે પ્રભુ એ એવા નેત્રો આપ્યા જેનાથી ભગવદ્ દર્શન નું સુખ મને મળી રહ્યું છે*.
*સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતા નો ખ્યાલ આવે, શ્રી ઠાકોરજી એ એવી આંખો આપી ,એવા હાથ આપ્યા,એવા પગ આપ્યા જેથી હું શ્રી ઠાકોરજી ની સેવા કરી શકું છું.એવી રીતે જ્યારે આ અલૌકિક તત્ત્વો સામે મળે ત્યારે ખ્યાલ આવે કે પ્રભુ એ મને એવો દેહ આપ્યો જેનાથી આ બધું સુખ હું લઈ શકું છું*.
*કથા સાંભળતા એવો ખ્યાલ આવે કે પ્રભુ એ કેવા કર્ણ આપ્યા જેનાથી હું ભગવદ્ કથા સાંભળી શકું છું*.
*પૈસા ની કિંમત ક્યાર જ્યારે બજારમાં અનેક સુંદર વસ્તુ ઓ મળતી હોય ત્યારે થાય કે સારું છે આપણી પાસે પૈસા છે તો આ બધી વસ્તુ ઓ લઈ શકું છું*
Jai shree krishna🙏🙏