(એક વિચાર)
સંવેદનશીલતા નો વિરોધ હંમેશા જડતા જ કરે. ધરતી સંવેદનશીલ બની ફળ-પુષ્પ પણ આપી શકે અને જડ બની ભુકંપ પણ લાવી શકે.
અર્જુન જેવી સંવેદનશીલતા આસ્તિક બનાવે પણ દુર્યોધન જેવી જડતા તો નાસ્તિક જ પેદા કરે. સંવેદનશીલ મન આધ્યાત્મિકતા ને જલ્દી પચાવી જાણે બાકી જડતા તો જન્મો ના બંધનો માં જ બાંધે.
કરુણા, દયા, સેવા ના ભાવ મન માં જન્મવા લાગે તો સમજવુ સંવેદનશીલતા આવી ગઇ અને આધ્યાત્મિકતા ના દ્રાર ખુલી ગયા