👉ફિલ્મ રાજનીતિ અને ફિલ્મ👈
2019 ની લોકસભા ચૂંટણીના વાયરા ફૂંકાવવા લાગ્યા છે . ચર્ચા પણ ગરમ બનતી જાય છે . સોસીયલ મીડિયામાં વ્યંગ , હાસ્ય , રમૂજ , ચાટુકારિતાના મેસેજો ફરતા થયા છે અને જેતે પક્ષ કે વ્યક્તિના અંધઠેકેદારો પોતાના મનશ્વી પિતાની પૂજામાં લિંગ છે . અખબારો પણ પોતાના રંગ બતાવવા લાગ્યા છે અને ઈલોટ્રોનિક મીડિયામાં રોજ સાંજ થતા ગલીના બે ત્રણ મુરઘા ભેગા કરી લડાવવામાં આવો રહ્યા છે .
આ બધા ઘમાસાણ વચ્ચે ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે . અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ફિલ્મ 2019ની લોકસભાની ચૂંટણીમાં મોટો ભાગ ભજવી જશે . ઉરી પર થયેલ હુમલો અને એના પછી કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકની વાહ વાહી સત્તાધારી પક્ષે ખૂબ લીધી છે . અને ઉત્તરપ્રદેશના નિર્વાચન સમયે એના મોટા મોટા હોલ્ડિંગ પણ લગાવવામાં આવ્યા હતા . આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં "ઉરી" ફિલ્મ રિલીઝ થાય છે . જેનો લાભ ભાજપને જાય . એવી વ્યૂહરચના ઘડવામાં આવશે .
એક સમય હતો જ્યારે બાલઠાકરેના એક ઈશારા પર પુરી મુંબઈ બંધ થઈ જતી હતી . જે મોરાજી ભાઈ ને ચેતવણી આપી હતી . બાબરી મસ્જિદ જેવા મુદ્દાનું ખુલ્લી ને સમર્થન કરનાર . હિન્દૂ હૃદય સમ્રાટ બાલા સાહેબના જીવન પર ફિલ્મ બની છે અને સંજય રાઉતે એ સ્ટોરી લખી એવું સામે આવ્યું છે ત્યારે આ ફિલ્મ ફરી હિન્દુત્વની એક લહેર 2019ની ચૂંટણીમાં લાવે તો નવાઈ નહિ .
અને ત્રીજી ફિલ્મ છે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર આધારિત છે . જેમાં તત્કાલીન સમયે સત્તાના બે ધ્રુવ હતા અને સોનિયા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી પર હાવી હતા . મનમોહનસિંહ પોતાને યોગ્ય માણસ પણ પોતાની ઓફિસમાં ભરી શકતા ન હતા . આ ફિલ્મ સંજય બારૂના પુસ્તક પર આધારિત છે . જેમાં મનમોહનસિંહની બેચેની અને પાર્ટીના હાકીમો તરફ નમતું વ્યક્તિત્વ બતાવવામાં આવ્યું છે એવું પહેલી નજરે ટ્રેલર જોતા ફલિત થાય છે .
આ ત્રણ ફિલ્મ કોંગ્રેસની પોટાઈ કરશે અને ભાજપને ફાયદો અપાવશે ત્યારે એનડીએના સાથી પક્ષ શિવસેના શુ કરે એ જોવું રહ્યું . પણ એટલું તો નક્કી થાય છે કે ભારતની હાલની રાજનીતિ જવાનોની બહાદુરીના નામે , તો કોઈ એક વિશાળ વ્યક્તિત્વના નામે ચરી ખાઈ છે . અને પ્રજા પણ વાહ વાહ કરવા લાગે છે .
ભવિષ્યમાં જોવું રહ્યું કે આ ફિલ્મ કેટલી આશા રાજકીય પક્ષ માટે જગાવે છે અને પ્રજા કેટલી મોહિત થઈ જાય છે . કોઈ એક ફિલ્મ કે નાટક તમારા એક મતને આપવા માટે કાફી નથી . સામે એ વ્યક્તિત્વ હોવું જોઈ નેતામાં કે પોતાના વર્તમાન કામ કરી સ્વામાન ભેર પોતાના ભાષણ આપે . આલોચના કરી ફક્ત સત્તા પામી શકાય છે લોકોના દિલમાં નથી વસી શકાતું .
✍️મનોજ સંતોકી માનસ✍️