પ્રીત
પ્રીત નિભાવી એવી,
કે થઈ ગયા દુનિયામાં અમર...
પ્રેમના નામ પર આજે પણ,
દુનિયામાં નામ લેવાય એમના...
શ્રી-ફરહાદ, લૈલા-મજનું,
હિર-રાંજા, સોની-મહિવાલ...
પૂજાય એ પ્રેમની દુનિયામાં,
નામ લેવાય એમનું હંમેશ...
કોઈ દી' નામ લેવાયું શ્રવણનું,
જેણે માત-પિતા માટે છોડી પત્નીને...
કોઈ દી' નામ લેવાયું રામનું,
જેણે ધર્મના નામ પર મુક્યા સીતાને એકલા...
કોઈ દી' નામ લેવાયું કૃષ્ણનું,
જેણે રાધાને કરી પ્રેમ,
માંડ્યો રૂકમણી સાથે સંસાર...
ના... કેમકે આપણને અધૂરા પ્રેમના,
દાખલા આપવાનો શોખ છે...