ઈશ્વર
માણસને સર્જી ભગવાને,
લીધો આરામ વર્ષો સુધી...
ઉત્ક્રાંતિના સમય દરમિયાન,
શાંતિ આપી માણસે પણ ઘણી...
આવ્યો એવો ગાળો જેમાં,
છીનવાઈ ગયું બધું સુકુન...
વિકસિત થવાની દોડમાં,
માનવી બન્યો એક મશીન...
હવે ન તો ઈશ્વરને આરામ છે,
ન તો માનવીને શાંતિ...
બનાવી પોતાનો ખાનગી ઈશ્વર,
પ્રશ્નો ઉભા કર્યા સમગ્ર સૃષ્ટિ પર...