🤔🧐😳😱ગામની નિશાળમાં નવા સાહેબ આવ્યા ને કલાસમાં એક સારા સંસ્કારી છોકરાને મોનિટર રાખવાનું વિચાર્યુ...
બધા વિધાર્થીને એક પછી એક સવાલ પુછવાનું ચાલું કર્યુ.
*સ્કુલ પતે પછી તમે શું કરો છો ?*
એક છોકરાએ કહ્યું -- *"હું મારા બાપા માટે ભિખાને ત્યાથી ૧૩૫ નો માવો લાવું છું પછી રમુ છું."*
બીજાએ કહ્યું -- *"હું ભિખાને ત્યાથી મારા બાપા માટે ગાંજો લાવુ છું ને પછી ક્રિકેટ રમુ છું."*
ત્રીજા એ કહ્યું -- *"હું ભિખાને ત્યાથી મારા બાપા માટે દારૂનો ખંભો લાવુ છુ ને પછી રમુ છું."*
ચોથાએ કહ્યું -- *"હું મારાં બાપા કહે એ નંબર પર ભિખાને ત્યા આકડાં લગાવું છું."*
પાંચમાં છોકરાએ કહ્યુ કે -- *"હું હાથ પગ ધોઈને અગરબત્તી કરૂ પછી થોડોક નાસ્તો કરૂં અને પછી મારી દુકાન હંભાળુ છું."*
સાયબ ગદગદ થઈ ગયા ને કહ્યુ -- *"બેટા મોનિટર બનવાને લાયક એક તું જ છો, આજ થી તું આ કલાસનો મોનિટર."*
*પણ બેટા તારૂં નામ શું છે ?*
છોકરો : *ભિખો...*
😂😂😁😀😄😂😂😂🐒😎😝