~~ ગઝલ ~~
તું કરે તે બધું જ કરવું છે.
રીત બદલી, નવું જ કરવું છે.
જેમને છે નિહાળવું ખાલી,
એમને ક્યાં કશું જ કરવું છે !
થાય છે તે બધું થવા દઈને,
મારે તારું ભલું જ કરવું છે.
આવ, બોલાવ એટલે બોલું,
બોલવાનું શરૂ જ કરવું છે.
ઝૂરવું, જાગવું, તલસવું છે,
કાવ્ય માટે ઘણું જ કરવું છે.
~~ રિયાઝ દામાણી