લાગણીનાં તિર મારી જાવ છો,
મારાં દિલને ઘાયલ કરી જાવ છો.
પૂનમનો ચાંદ ચીતરી જાવ છો,
સપ્તરંગી મેઘધનુષ દોરી જાવ છો.
બાદશાહ મિજાજમાં બધું કહી જાવ છો,
મુકદ્દરમાં સિકંદરની વાત કરી જાવ છો.
અનોખો હિસાબ હસતા મુખે આપી,
પ્રશાંત ચિતમાં બેતરીન વિચાર મૂકી જાવ છો.
પ્યાસી આંખોમાં પ્રેમ પ્યાસ મૂકી જાવ છો,
અઝીઝ દિલમાં મીઠડો કોયલ ટહુકો કરી જાવ છો.
ભાટી એન અઝીઝ
26/12/20