એક સમય હતો
એનું ગુડ મોર્નિંગ આવતું ને ખીલી ઊઠતી હું.
ખબર હોય કે વધારે કંઈ નહીં બોલે એ
તોય વારંવાર ઈનબોક્સ ખોલી નજર નાખી લેતી હું.
રોજ મને ઉમેદ હોય કે એ શુભરાત્રિ મોકલશે મને !
નહોતું આવતું, રોજ તો નહીં જ...
છતાં મધરાત સુધી જાગતી હું.
થાકતી, આંખો ચોળતી, એને કોસતી, ખૂબ યાદ કરતી...
પછી ગુસ્સામાં સૂઈ જતી. પણ...
સૂતાં પહેલાં નક્કી કરતી હું
કે કાલે તો એને ગુડ મોર્નિંગ કહેવું જ નથી !
ગાંઠ વાળીને મજબૂત ઈરાદો કરી સૂતી હું.
કદીક રડી ઊઠતી, કદીક તડપી ઊઠતી હું.
તોય નાદાન મન...!
પરોઢની પ્રથમ કિરણે એનું જ નામ લઈ ઊઠતું.
ને તરત આંગળીઓ લખવા માંડતી એને...
ગુડ મોર્નિંગ...
એક સમય હતો...!
©અનુ.