પુષ્પ જરા અલીગું અડકીને, મુજ હાથમાં સરકી ગયું, વિતેલી હર પળોની યાદો નું, જાણે એક અવકાશ બની ગયું.... (૧)
ગગનચુંબી ઉચી ઈમારતોને, જાણે આભ નડી ગયું, મુક્ત મને વિહરતા મુજ મનને, જાણે શૂન્યાવકાશ મળી ગયું.... (૨)
પાંપણો ખોલીને જોયું મેં, આ અનંત અવકાશને, મારામાં રહી મુજથી અલીગું, એક નવું આયામ મળી ગયું.... (૩)
ઠંડો શીત વાયરો જેમ ઉછાળો છે સમુદ્રની લહેરોને,લાગણીઓ થી છલોછલ ભરેલું, તુફાન જાણે પળમાં શમી ગયું.... (૪)
તું છો ઈશ્વરે રચેલું અંતિમ સત્ય, સમજ માં આવતાં ઉર્મિઓનું જાણે વમળ થંભી ગયું.... (૫)
કોઈ એકને મળે છે એ ક્ષણ અનંતની, એ પામતાં સમગ્ર અસતિતવને, નવું જોમ મળી ગયું.... (૬)
-Dr. Brijesh Mungra