બનું હું વિશ્વમાનવી
ગીતાનો ઉપદેશ,
કર્મ કરો ફળની ચિંતા ન રાખો....
ભક્તિનો વિશ્વાસ,
ઈશ્વર સદાય સાથે છે અને રહેશે...
કાનૂની ચેતવણી,
જે ગુનો કરશો એની માટે ભોગવશો...
કુટુંબનો સહકાર,
સુખમાં સાથે અને દુઃખમાં અલગ...
દેખાડા માટે વહેચ્યા અન્ન-જળ, કર્યા કર્મ...
ઈશ્વરને સાથે રાખી, કર્યા મોટા પાપ...
મજાક બનાવી કાનૂનનો, બચ્યા સજાથી...
કુટુંબને ગૌણ બનાવી, સર કરી પ્રગતિ...
માત્ર એક વખત તો કહો પોતાને,
"બનું હું વિશ્વમાનવી"
ન ચાહું મારુ અને કોઈનું બૂરું....