"પામી પ્રહાર !" A poem 2 by me,
ઈચ્છાઓ નું આ વળગણ ક્યાં જઈ અટકશે,
અતિરેક ઉન્માદ આયખું ખાલીપો ખટકશે.
રંગી આ કાયા ને બોળી બહુધા રંગીન રંગે,
સમય જ સહેલાયે જીવવા નહીં દે જંગે.
બાળી બળવતર લાગણી ને મેં નિષ્પક્ષ નમી,
પામવા પ્રહાર પોતાનાઓની એ ક્યાં છે કમી!
ઝળુબે ઝોળી એ કરી કાકલૂદી મેળવે મણે,
હેતુની હોળી કરી ફરે ફતુરે ચારમિનાર ચણે.
વહેમનું આ વળગણ બહુધા બનતો બોજ,
ભટકીને ભ્રમિત ન 'થા ભીતરે ભર્યું તે ખોજ!!
— Ramnik Chauhan