*વાચા લાગણીની*
સગા સ્નેહી સહુથી સતાયેલ માણસ છું,
શબ્દો ના સથવારે શબ્દમાં સચવાયેલ માનવ છું.
ભીતરનો ખાલીપો પૂછે છે અઘરો સવાલ,
ભીડ વચ્ચે સતત ઘેરાયેલ કેમ એકલો માણસ છો.
ઘોંઘાટ શોર બહુ થાય છે ભીતર ભીતર,
સંભળાય પડઘા શબ્દે શબ્દમાં નિરંતર.
દુખતી રગોમાં વહે છે લાગણી નિરંતર,
રમે છે સ્મિત ચહેરા પર નિત્ય નિરંતર.
કદાચિત પ્રગટ થાત મુખેથી લાગણી સમાંતર,
પાછું વળીને ન જોયું ઊભો છું નિરંતર.
યોગેશ વ્યાસ
૨૩.૧૨.૨૦