માણસ છું હું
મર્યાદાથી ભરેલો લબાલબ
મારા જીવન માં છે વેદના
મંત્રગાન નથી .
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી
ભાર થી નમી ગયેલા ખભાઓ પર
ઉઠાવું છું હું બોજ
બે ટંક ની રોટીનો.
રાત્રે ઢળી જાઉં છું
કાથી ના ખાટલા પર, ફરસ પર,
ગટરો માં, દારૂની બોટલો લઈ
વેરાન ઊંઘ માં જોઉં છું
સ્વપ્ન, થાળીમો ઝગમગતા
રોટીના ઉગતા સૂર્યનું...