બિલકુલ સાચું જ કહેવાયું છે ને કે આજે આપણે વ્યક્તિની ઓળખ વસ્ત્રને આધારે કરીએ છીએ. પણ પોતાને એક પ્રશ્ન પૂછી જુઓ કે ખરેખર શુ આ યોગ્ય છે?
વસ્ત્ર ઉપરથી આપણે માનવીનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે એમ સમજીએ છીએ કે ભગવા પહેરે એટલે પવિત્ર,જીન્સ કે પંજાબી પહેરે એટલે આધુનિક.સાડી પહેરી વડીલોનું માન સન્માન ન જાળવે એવા લોકો ચાલે પણ જીન્સ પહેરી વડીલોનું સન્માન કરે એવા લોકો ન ચાલે.વ્યક્તિ કેવું છે એનું મૂલ્યાંકન આપણે આજે વસ્ત્રોને આધારે કરીએ છીએ એ સાચું નથી.
કપડાં એ આપણી સગવડનો એક ભાગ છે.કપડાં એ શરીરનું રક્ષણ કરવા માટે છે.કપડાં એ કુદરત સામે થતી હોનારતથી બચવા માટે છે જેમ કે શિયાળામાં ઠંડીથી રક્ષણ આપતાં વસ્ત્રો,ઉનાળામાં ગરમીથી રક્ષણ આપતાં વસ્ત્રો તો ચોમાસામાં વરસાદથી રક્ષણ આપતાં
વસ્ત્રો.
આપણે શુ પહેરીયે છીએ એની જોડે આપણા અસ્તિત્વને શુ લેવાદેવી? જો કપડાંનું જ એટલું મહત્વ હોત તો આપણા દેશમાં ગાંધીજીનું કોઈ મહત્વ નાં રહેતે. ગાંધીજી કાઈ સૂટ પહેરીને નતા ફરતા.તેઓ હંમેશા પોતડી પહેરીને જ ફરતા હતા.એમનું અસ્તિત્વ વસ્ત્રોથી નહીં પણ એમનાં કાર્યોને કારણે હતુ.એટલે જ મિત્રો કહ્યુ છે કે કોઈની પણ ઓળખ ક્યારેય પણ વસ્ત્રોને આધારે નાં કરશો. એક વાર એક પત્રકારે ગાંધીજીને પુછ્યું કે તમારી નજરમાં દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કઈ છે.ત્યારે ગાંધીજી એ જવાબ આપ્યો હતો બા.ગાંધીજી કસ્તુરબાને બા કહેતાં હતાં.આપણે દરેક ને એ ખબર છે કે બા કેટલુ સાદું જીવન જીવતાં હતાં તો પણ ગાંધીજીને તેઓ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી લાગતા હતાં કેમ કે ગાંધીજી એમને પ્રેમ કરતા હતાં.તેઓ કેવા દેખાય છે કે તેમને શુ પહેર્યું છે એ ગાંધીજી માટે મહત્વનું નતૂ. મહત્વનો હતો એમનો પ્રેમ.તેઓ એમ માનતા હતાં કે પ્રેમ કાઈ દેખાવ કે કપડાંનાં આધારે નથી કરી શકાતો.
Rajeshwari Deladia