*વઘારનો લિમડો*
વઘારનો લિમડો પણ
કઈક શિખવાડી જાય છે.
બીજી શાકભાજી સાથે
એ મફતમા લેવાય છે.
ગરમાગરમ વઘારના તેલમા
એ અધકચરો જ તળાઈ જાય છે.
ભાણામા આવે ત્યારે
બાજુપર મુકાઈ જાય છે.
પણ જેવો પણ વ્યવહાર
એની સાથે થયો હોય,
વાનગીને સરસ એવી
સુવાસ આપી જાય છે.
લિમડો પણ એક હકિકત
શિખવાડી જાય છે,
મફત મળતી વસ્તુની કદર જ
ક્યા થાય છે?