સહારો છે મને હવે એક તારો,
મદાર વિના ભૂલી માર્ગ ખારો.
સર્વત્ર સુણું છું માત્ર તારો નારો,
જગતના તાત વિના નથી આરો.
સહીને ઘણો અપકર્મોનો ભારો,
પશ્ચાતાપથી હવે હ્રદયાગ્નિ ઠારો.
સંસાર સાગર મોહમાયાનો ગારો,
તરવા માપ છોડ્યો હું પદનો પારો.
નામસ્મરણ વિના નથી કોઇ ચારો,
સન્મુખ આવી આપો દર્શનનો વારો.
કરશો ક્યારે પ્રભુ તમે ઉધ્ધાર મારો,
ક્યારેક તો તમે ભક્તિ સામે હારો.
ચરણોમાં રાખો પાલક જો તમે ધારો,
પતિત પાવન પ્રભુ 'શ્રીકૃપા'થી તારો.
દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.