દાસીજીવણ સાહેબની વાણી...૨૪
🌺🌺🌺🌺🌺🌺🌺
મારા ગુરુની બલિહારી,મેં સતનામ પર વારી
વચનભેદ મારા ગુરુજીએ બતાવ્યો,જોયું તત્ત્વ વિચારી
ગુરુ વચન રહ્યા ઘટ ભીતર,ભેદ જડ્યો મુને ભારી
નેડો લાગ્યો મુને નામ તણો, ભેદ ભરમણા ભાંગી
ભજયા દેવ સદગુરુ સાહેબને,તનમાં લાગી તાળી
રામ વિના કોઈ કામ નથી,એવી દિલમાં વાત દર્શાણી
ગુરુજીના વચને ગમ આવી,સુરતા નામે સમાણી
સોહમ શબ્દની માળા આપી નિરભે નામ નિસાણી
દાસીજીવણ સત ભીમના ચરણા,ઉર આનંદ લહેરાણી
મારા ગુરુજીની બલિહારી મેં સતનામ પર વારી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻