સમય
સમયનો સહારો લઈ લો ખુશીથી ,
થપાટો સમયની સહી લો ખુશીથી.
તમે તો અધર પર બિરાજો હમેશાં,
સમયને કિનારે વહી લો ખુશીથી.
લઈને તમે તેજ જોલી, ફરો છો,
સમય સંગ આજે ફરી લો ખુશીથી.
હતાં વાદળો ને , ગરજતી ઘટાઓ,
સમય રાડ પાડે , ડરી લો ખુશીથી.
તમે તો સમંદર ઉલેચો તરીને,
સમયને ઉલેચો, ભરી લો ખુશીથી.
હસો છો હવે તો,અમારી કબર પર,
સમયમાં વહીને , મરી લો ખુશીથી.
બસ હવે ઘણું થૈ ગયું ને થવા દો,
સમયના કવનમાં,ઝરી લો ખુશીથી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'