લગાગા લગાગા લગાગા લગાગા
રહી છે.
નસીબે નથી સાથ દીધો બધાંને,
જીવનમાં હજુ હાથતાલી રહી છે.
પવનની અડી આંગળી જ્યાં લટોમાં,
તરંગોની જાહોજલાલી રહી છે.
હતું જે ચમન તે થયું આજ ખાલી,
મજારે બહારો મહાલી રહી છે.
હતાં જે મહેલો ખુશીથી ઉભરતાં,
હવે ત્યાં ન એકેય ચાલી રહી છે.
ચમનની સહીને ગુસ્તાખી કળિયો,
ન બોલી રહી છે,ન હાલી રહી છે.
હવાને તરંગો સુણાવે કહાની,
નદીના દિલે ખુશહાલી રહી છે.
થયાં કંપ ઝાઝાં ગલીના કિનારે,
હતાશા વધી ને બેહાલી રહી છે.
યોગેશભાઈ આર જોશી