# સયુંકત પરિવાર કેટલા જરૂરી?
ગમે તો અભિપ્રાય લખજો. " લાઈક " શું કહેવાય તે મને ખબર નથી!
૦૬/૧૨
હિન્દુસ્તાનની સમૃદ્ધિમાં સયુંકત પરિવાર નો સિંહ ફાળો છે.ભારતીય સંસ્કૃતિ નો અવિભાજ્ય હિસ્સો સયુંકત પરિવાર છે અને એ પરંપરા ના વારસ હોવાનું આપણને ગૌરવ હોવું જોઈએ.
પરંતુ આપણા સમાજની કરુણતા છે કે આપણે તે પ્રથાથી દુર થઇ રહ્યા છીએ.
પ્રવર્તમાન સમયમાં આપણા માં સૌથી મહત્વની વાત " જતું કરવાની ભાવના " નથી રહી! અને આત્મસન્માન ના નામે અહમ ના જંગલ ઉગાડી રહ્યા છીએ.
સયુંકત પરિવાર માં રહેવાની ભાવના કેળવવાથી કદાચ ૫૦% સમાધાન કરવું પડે પરંતુ તેના સામે ૧૦૦ % જે ફાયદો થાય છે તે સનાતન સત્ય છે.
જગ્યાના અભાવે કદાચ અલગ અલગ રહેવાનું થાય તો રહેવું પણ એ મજબૂરી છે, તે સતત યાદ રાખી પારિવારિક ભાવનામાં ઓટ ના આવવા દેવી.
અહીં લખનાર ઘણા કુટુંબથી દૂર અલગ રહેતા હશે.
પણ તે અનિવાર્ય સંજોગો ને કારણે રહેતા હશે તો તેમાં કોઈ પણ જાતનો અફસોસ ના કરવો. બસ દિલમાં સયુંકત પરિવાર ની ભાવનાને જીવંત રાખવી.
પોતાની દીકરી ને અલગ ઘર વસાવવાની સલાહ આપતી માતા પોતની વહુ ને સાસુ સસરા ની સેવાની સલાહ આપતી મેં જોઈ છે!
જ્યાં સુધી દીકરી અને વહુ વચ્ચે ની લક્ષમણ રેખા નહિ ભુંસાઈ ત્યાં સુધી ........
અસ્તુ
અનિલ ભટ્ટ