ચાલ દિલબર આજ એક દુનિયા બનાવવી છે ,
દિલની દુનિયાને દિલબર આજે સજાવવી છે .
નારાજ બની ગઈ છે કિસ્મત આપણી સનમ ,
ચાલ સાથે હાથમાં હાથ લઈ તેને મનાવવી છે .
અવરોધો ઘણા આવ્યા , દુઃખની સરિતા વહી ,
આજે કર પ્રતિજ્ઞા તું , નિષફળતાને હંફાવી છે .
મનોજ બની રહે તારો અને તું છે મનોજની ,
આ પ્રીત જન્મો જનમ આપણે નિભાવવી છે .
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas