Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજારો મનુષ્યોમાંથી કોઈક જ આત્મજ્ઞાનની સિધ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એવી રીતે સાધનોથી સિધ્ધ થયેલા માણસોમાંથી કોઈક જ ખરી રીતે બ્રહ્મને જાણે છે, શાક્ષાત્કાર કરે છે.માટે જ સૌ પ્રથમ મનમાં બ્રહ્મજ્ઞાનને જાણવાની , પોતાના આત્મસ્વરૂપને જાણવાની ઈચ્છા જાગે ત્યાર બાદ શાસ્ત્રનુ શ્રવણ કરવાથી પછી યુક્તિ પૂર્વક મનન કરવાથી , ત્યાર બાદ ધ્યાનનો અભ્યાસ કરવામાં તલ્લીન થવાથી એટલે કે નિદિધ્યાસનથી. આમ આત્માનુ શ્રવણ-મનન અને નિદિધ્યાસન કરીને આત્મ સ્વરૂપને અને બ્રહ્મ સ્વરૂપને જાણવુ પડે.શ્રવણ એ ઈન્દ્રિયોનો વિષય, મનન એ મનનો વિષય, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ બુધ્ધિનો વિષય છે.આમ મન-બુધ્ધિ-ચિત્ત પ્રવૃત થવા જોઈએ. બ્રહ્મ સાથે એકતા, સત-ચિત્ત-આનંદ તે બ્રહ્મ હું છું. જીવ પોતેજ પોતાનો શત્રુ અને બંધુ છે. મન વિષયોનુ ચિંતન કરે તો શત્રુ છે, પરમાત્માનુ ચિંતન કરે તો મિત્ર છે.બંધનનુ કારણ મન છે, મોક્ષનુ કારણ મન છે.જેણે પોતાની રીતે મનને જીત્યું છે તેનુ મન તેનો બંધુ છે. શુધ્ધ વૃત્તિથી બ્રહ્મમાં આત્મબુધ્ધિ થાય છે એમ સિધ્ધ કરવામાં આવ્યુ છે તેથી શુધ્ધ સત્વગુણ આત્મા પ્રત્યે ગમન કરે છે. સુખ-દુઃખ-જ્ઞાન-અજ્ઞાન એ જગતનુ બીજ મન છે. એ મનનુ શોધન કરવું એટલે તેને ઉલ્ટે માર્ગે લઈ જતાં અટકાવવું. તેમાં અશન શુધ્ધિ એટલે નિષિધ્ધ અન્નનો ત્યાગ કરવો.વિષયોમાં વૈરાગ્ય રાખવો ,એક બ્રહ્માલંબનમાં ચિત્તને ફરી ફરી સ્થાપવા રૂપ અભ્યાસ કરવો આ ત્રણ ઉપાયથી ચિત્તનુ શોધન થાય છે.બુધ્ધિ બ્રહ્મમાં સ્થિર થઈ બ્રહ્મને પામે છે.

( ક્રમશઃ)

Gujarati Religious by બાબા સત્સંગી : 111622215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now