ફાટેલ કપડે પણ સંતાનના શમણાં સાંધે
આ પપ્પાની કલાત્મક કારીગરી ગણાય.
પોતે જાગી જાગી સંતાનની રાતો ઉજળી કરે,
આ પપ્પાની એક જબરી તકેદારી ગણાય.
એક સાંધે તેર તૂટે એ કદી વરતાવા ન દે ઘરે,
આ પપ્પાની મોટામાં મોટી ખુમારી ગણાય.
અનુભવોનું ભાથું આપી સમજણ આપે,
આ પપ્યાની ખૂબ સુંદર કામગીરી ગણાય.
આંખના આંસુ ચહેરે કદી પણ કળાવાના દે,
આ પપ્પાની એક અતુલ્ય કલાકારી ગણાય.
રચના: નિલેશ બગથરિયા
"નીલ"