Gujarati Quote in Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*** માનવી નો અરીસો ***

(1) માણસ ને સુખી કે દુઃખી કરવાની તાકાત માત્ર તેનાં કમોઁ જ છે.બીજી વ્યક્તિ તો માત્ર નિમિત્ત જ હોય છે.

(2) મચ્છરો માણસ ને કરડે કે ગાય નાં આંચળ પર બેસે,તોય દૂધ નહીં,પરંતુ લોહી જ પીવા નાં છે.

(3) જો તમે ટ્રસ્ટ કરવા માંગો છો,તો પ્રમાણિક બનો.જો તમે પ્રમાણિક બનવા માંગતા હો તો સાચું બનો.જો તમે સાચું બનવા માંગો છો, તો સ્વયં રહો.

(4) સાચો માણસ કયારેય નાસ્તિક કે આસ્તિક હોતો નથી.એ તો હંમેશા વાસ્તવિક હોય છે.

(5) જયારે કોઈ વ્યક્તિ તમારી સાથે અચાનક સંબંધ ઓછાં કરી નાખે,તો તમારે સમજી જવું કે એમનાં જીવન માં તમારો રોલ પૂરો થઈ ગયો છે.

(6) જીંદગી માં આગળ વધવું હોય,તો સાચાં વ્યક્તિ નાં કડવાં વચનો પસંદ કરજો.જૂઠાં વ્યક્તિ નાં મીઠાં બોલ નહીં.

(7) જીવન માં નિષ્ફળ વ્યક્તિ નો અભિપ્રાય જરૂર લેવો. કારણ કે તે તમને કયાં કારણોસર નિષ્ફળતા મળી છે,તે જણાવી શકશે.

(8) દુનિયા ની સૌથી અસરકારક દવા જવાબદારી છે.જે જીવન માં થાકવાં દેતી જ નથી.

(9) આપણી સમસ્યા નું સમાધાન માત્ર આપણી પાસે જ છે.બીજા પાસે તો માત્ર સૂચનો હોય છે.

(10) પ્રેમ માણસ ને કરો,તેની આદતો ને નહીં. ક્રોધિત તેની વાતો થી થાવ,તેનાંથી નહીં.ભૂલી જાવ તેની ખામીઓ,પણ તેને નહીં. કારણ કે સંબંધો થી વધીને કંઈ પણ નથી.***

Gujarati Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111621793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now