#બચપણ નું સપનું
સુપ્રભાત 🙏 વંદે માતરમ્
માતૃ ભારતી એ તો નવા શબ્દો અને પ્રતિયોગિતા બંધ કરી આપ્યા, પણ પ્રતિસ્પર્ધી એપ માં બધું ચાલુ જ છે!ભલે તેમાં ચીન ની ભાગીદારી હોય પણ બધું નિયમબધ્ધ ચાલે છે.ગુજરાતીભાષા અને તેમના વ્યાકરણ ની કિંમત તે જાણે છે!
આજે તેમના આપેલ વિષય પર....
૧૭/૧૧ માતૃભારતી માં પૂછ્યું હતું તમારુંસૌથી મોટું સપનું કયું છે?
હવે આજે પણ સપનાની વાત લઈને આવ્યા છે!
માતૃભારતી પણ જાણે સપનામાં જ જીવે છે એવું લાગે છે.!?..... ખેર..
સપના તો સપના હોય છે...
દરેક વસ્તુ ની ઉંમર હોય છે તેમ સપનાની પણ ઉંમર હોય છે.બચપણ ના નાના સપના , મોટા થતા સપના પણ મોટા થાય છે!
સમજણો થાય પછી મારી એક જ સપનું હતું!
" પોતાના પગ પર ઊભા થવું "
એટલેકે " સેલ્ફ મેડ મેન "
એ સપનું ઈશ્વર કૃપા અને વડીલોના આશિર્વાદ થી પુરું થયું ઉમર થતા પુરું થયું.
પછી જનમ્યા નવા સપના અને જે પૂર્ણ પણ થતાં ગયા.
હર એક માનવ મૃત્યુ લખાવી ને જન્મે છે , પરંતુ સપના તો અમરપટો લખાવી જન્મે છે જે કદી મારતા નથી!
કોઈ એમ નહીં કહે કે મારું સપનું મરી ગયું!
એમ જ કહે કે " મારું સપનું પૂરું ના થયું..." કે " મારું સપનું અધૂરું રહી ગયું."
હું મારી પછેડી જેટલી જ સોડ તાણીને સુવ છું!
અને સપના પણ જે પૂરા થાય તેવા આવે છે તથા જોવ છું.
અસ્તુ
અનિલ ભટ્ટ