કહેવું છે ઘણુ બધુ પણ કહેવાનો ડર લાગે છે,
મૌન તમારું અમને અસહ્ય લાગે છે!
નાની નાની વાતો તમારી બહુ ગમે છે,
તમારું દર્દ હવે અમને અમારું લાગે છે!
ખોવાઈ જાઉ એવી રીતે તમારી અંદર,
હવે તો આ જિંદગી પણ તમારા વીના ભારે લાગે છે!
કાઈ કહિશ તો શું સમજસો તમે,
બસ તમારા નારાજ થવાનો ડર લાગે છે!
તમારો સાથ બહુ ગમે છે અમને,
નજીક અાવ્યા પછી દૂર થઇ જવાનો ભય લાગે છે!
-હેતલ ગોર