Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ પાછા ફર્યા વજન સાથે?
કંઇક ખોટું થયું છે મન સાથે?

સ્હેજ બારી હજી તો ખોલી’તી
પંખી આવી ગયું ગગન સાથે

લ્યો વધારી દીધી સહનશક્તિ
કોણ ઝઘડો કરે સ્વજન સાથે

ફૂલ એ બાપ છે જે જાણે છે
ખુશ્બુ ભાગી જશે પવન સાથે

આ કબર એમ ઘર નથી બનતી
પ્રેમ કરવો પડે કફન સાથે

આખરે સોંપવું પડ્યું મારે
એને રમવું હતું બદન સાથે

હું દટાયો જે વૃક્ષની નીચે
મેં ઉછેર્યું હતું જતન સાથે

આવવાનો છે અંત નાટકનો
આખરી પાત્રના હનન સાથે.

*ભાવિન ગોપાણી*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111620868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now