ક્યાં છે જીવંત ચેતન તણો તિખારો,
જીવતે જીવ પામી ને , દિલ ઉગારો ;
સ્વાર્થી માનવી જો ને ગંધ અહિયાં,
કામી નિષ્કામ ભાવે , જરા સુધારો;
હામ ભીડી છે, ઊર્મિમાં પામવાની,
ભીતરી ચક્ષુઓ , ખોલી ને પધારો;
ઠીકરાં છોડીને , ભીખ માગવા ના,
ત્યાગીને ,છોડો ત્યાં,કર્મનો 'ય ભારો.
બેફિકર થઈ જવું, મોજ માં ફકીરી
પામી આનંદ ને, છૂટે, મન મુઝારો,
-મોહનભાઈ આનંદ