Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની પારિજાત ભરી જિંદગી જીવવી છે,
હોય જો તારી તમન્ના તો સાથે જીવવી છે.

પારિજાતના ફૂલો સમી તને મારે જોવી છે,
હોય જો તારી તમન્ના તો હોઠે અડાવવી છે.

તારી કોમળ કાયા ને મારે બાથમાં ભીડવી છે,
હોય જો તારી તમન્ના તો માથે ચડાવવી છે.

મૃગનયના જેવી તારી આંખો ને જોવી છે,
હોય જો તારી તમન્ના તો સાથે દોડાવવી છે.

સ્વપનપરી જેવી તને સ્વપ્નોમાં સજાવવી છે.
હોય જો તારી તમન્ના તો સંગાથે બેસાડવી છે.

દિવસના ઉજાગરામાં તને ચાંદ બનાવવી છે,
હોય જો તારી તમન્ના તો ઓથે સંતાડવી છે.

~ સ્મિત

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111620188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now