Gujarati Quote in Poem by Parmar Jagruti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાને કારમી હાર આપવા
આ દેશ બચાવવા નીકળી પડ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
એ કોરોનાની શું વિસાત છે
જ્યાં માણસ ખુદ ભગવાન બન્યા
વંદન છે તમ સપૂતોને..(2)
જનસેવાને સાચો ધર્મ માની
જરૂરિયતમંદોની વહારે આવ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
ખાખી અસ્ત્ર, ઝાડુ શાસ્ત્ર;
સફેદ કોટે હજારો જીવ બચાવ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
ખુદના જીવને મુઠ્ઠીમાં લઈને
દેશ માટે અનેક કષ્ટો સહ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
અનેક પરિવાર બચાવવા કાજે
ખુદના પરિવારથી દૂર રહ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
દેશપ્રેમની માત્ર વાતો નહિ
જે ખરા સમયે દેશ માટે લડ્યા
વંદન છે તેમ સપૂતોને..(2)
આપનો આભાર માનવા કાજે
આજે અમારા શબ્દો ખૂટ્યા
વંદન છે તમ સપૂતોને..(2)

-Parmar Jagruti

Gujarati Poem by Parmar Jagruti : 111619326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now