Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે....

મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહી,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,..
વિપત પડે પણ વણસે નહીં,
સોહી હરિજનનાં પરમાણ રે - મેરુ.

ચિત્તની વરતી સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઈની આશ રે,...
દાન દેવે પણ રહેવે અજાચી ને,
રાખે વચનમાં વિશ્વાસ રે - મેરુ.

હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને,
આઠે પહોર રહેવે આનંદ જી,
નિત્ય રહે સતસંગમાંને,
તોડી દીધાં માયા કેરાં ફંદ રે - મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો ને,
ભજનમાં રહેજો ભરપૂર રે,...
ગંગાસતી એમ બોલિયાં રે,
જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે.- મેરુ...

Gujarati Religious by બાબા સત્સંગી : 111619267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now