લખવા માટે શુ લાગે શુ જરૂર પડે?
સમય?
ઓડિયન્સ?
લોકો ને જરૂર હોય છે લખવા ની હિંમત ની સાહસ ની..
ઓડિયન્સ મળવું હોઈ તો મળે પણ પોતાયે શુ લખવું છે?
પોતે શુ વિચારે છે એ એક્સપ્રેસ કરવા માટે વિચારો હિંમત હોવી જરૂરી છે એવું પહેલી વાત માં ખ્યાલ આવે
પણ એથી વધુ તો એને હિંમત આપવવાળા અમુક નજીક ના નિજ ખાસી જરૂર હોય છે...
ભલે આર્થિક મદદ ન હોઈ પણ આમ મદદ તો કોઈ વ્યક્તિ ને તો જ કરી જ શકતા હોય છે....
જરૂરી નથી કે તમે એને એના લખાણ ને સારું જ કહો પણ ક્રિટીસાઈઝ પણ કરી શકો....
પણ પેલે થી જેને જા... હવે તને શું લખતા આવડે?? અમે જેને વાંચીએ છીએ એના શબ્દો જો ધારદાર ને અસરદાર હોય...
તું શું વળી લખી શકવાનો? એવી ટીકા ટિપ્પણી કરી નેજ કોઈ વર્ડ નો બેસ્ટ લેખક બની શકવાનો હોઈ કદાચ તમે એ વસ્તુ ને બેસાડી દયો છો....
ભલે પછી એ ન બને પણ આમ સાવ એને ઓછો તો ન સમજો...
કોઈ લેખક એના મેળે કઈ બન્યો ન હોઈ એને સાથ તો એમના લોકો એ આપ્યો હોઈ .
ઘણા ને પ્લેટફોર્મ મળ્યું હોઈ ઘણા ને ઓળખાણ હોઈ ..
પણ બીજા વિચારે છે એ સાચું ને તમારો મિત્ર વિચારે એ ખોટું એ વાત સાચી છે?
બની શકે ખોટો હોઈ ... ખોટો હ્યસે તો મળશે એને જવાબ સાચો...એક દિશા તો નક્કી થશે...
પણ હજુ તો લખ્યું જ નથી કે કઈ કર્યું જ નથી ત્યાં જ એને તમે નીચે નો રસ્તો બતાવી દીધો હોવ તો તમે શું એના મિત્ર કહેવાઓ? કે સંબંધી કહેવાઓ.???
જરૂર હોય છે લોકો ને એપ્રિસીએશન ની જરૂર હોય છે લોકો ને સાચા માર્ગદર્શન ની...
પણ આટલું પણ તમે ન કરી શકો તો બીજું તો શું કરી શકવાના??
હા ક્યાંક બાધવાનું અમુક બાધતા હોઈ તો ત્યાં તો જોશ ઉપાડવા જઈ ચડો છો....
તો કોઈ લખવા કે પોતાના વિચારો શેર કરવા માંગતા હોય તો કેમ એને સપોર્ટ માં નય આવતા??
લેખન માં અમુક લોકો જ હોઈ છે પણ બીજા ઘણા એવા હોય છે કે એ લેખકો કરતાંય વધુ સારા વિચારો / કલ્પના બધું હોઈ છે ....હા કદાચ શબ્દો મઠારતા ન આવડતું હોય ....પણ એકાદ તક તો એને આપો...
એને સરાહો..જો તમારી સાથે નોજ માણહ હ્યસે તો તમને ગર્વ થશે...👍