પન્નાનું રત્ન પહેરતા પહેલાં રાખો આ સાવધાની, નહિં તો થશે નુકસાન
ગ્રહો માનજીવન પર અસર કરે છે. તેમના પ્રભાવ હેઠળ જ માનવીને જીવનની પ્રાપ્તિ થાય છે. તેથી અનેક વાર ગ્રહોના પ્રભાવને ઘટાડવા કે વધારવા માટે રત્નોનો સહારો લેવામાં આવે છે. ગ્રહોને કેટલાંક રત્નો સમર્પિત છે. તેનાથી ચોક્કસ અસરની પ્રાપ્તિ થાય છે. જો ગ્રહો અનુસાર રત્નો ધારણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. તો આવો આજે આપણે જાણીએ રત્ન પન્ના વિશે…
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પન્નું રત્ન બુધ ગ્રહનું છે. જે કારણે પન્નાનો સ્વામી બુધ છે. આજકાલના સમયમાં અતિ શુદ્ધ રત્નો મળવા મુશ્કેલ છે. આમછતાં શોધવાથી તે અવશ્ય મળી જાય છે. તેને ધારણ કરવું જોઈએ. તો તમે તેને ધારણ કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો. જો કે પન્નું ધારણ કરવા માંગતા હોય તો અનેક વાતોનું ધ્યાન રાખવું પડશે. નહિં તો તેની શુભ અસરોનો પ્રભાવ બગડી જશે.
તમને જણાવી દઈએ કે દોષ પૂર્ણ પન્નું અન્ય રત્નોની જેમ નુકસાનદાયી હોય છે. અતઃ હલકા પ્રકારનું પન્નાનું રત્ન ધારણ ન કરવું જોઈએ. કારણકે તેમાં રહેલી અશુદ્ધિઓની અસર માનવી પર પડે છે.
જાળ જેવું ગુંથાયેલું હોય તેવું પન્નાનું રત્ન પણ અશુભ માનવામાં આવે છે. એને ધારણ કરવાથી વ્યક્તિને અવ્યવસ્થા ભરી સ્થિતિ ભોગવવી પડે છે.
જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે નાની નાની તૂટેલી ધારી વાળું પન્નું વંશવૃદ્ધિ માટે ઘાતક નિવડે છે.
તો ખાડાખડિયાવાળું પન્નું પહેરવાથી પશુધન નાશ પામે છે.
જો કોઈ પન્નાનું રત્ન ચમક વગરનું ધારણ કરે તો તેને ધનહાનિ થાય છે.
સોનેરી જાંય વાળું પન્નાનું રત્ન પણ કષ્ટદાયક હોય છે.
જો પન્નામાં લોહી સમાન બિંદુઓ દેખાય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરનારું નિવડે છે.
મધના રંગના સમાન રંગ વાળું પન્નું માતા પિતા માટે કષ્ટકારી નિવડે છે.
ક્યારેય પણ પીળાં ટપકા દેખાય તો તે પન્નું ન પહેરવું જોઈએ. તેનાથી સંતાનનો નાશ થાય થાય છે.
ક્યારે ન પહેરવું જોઈએ પન્નું..
જો કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તો બુધ આઠમા કે બારમા સ્થાનમાં બેઠો હોય તો પન્નું પહેરવામાં સાવધાની રાખવી જોઈએ. નહિં તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
પન્નાને ઓપલ કે હીરા સાથે પણ ન પહેરવું જોઈએ, તેનાથી નુકસાન થાય છે.