*મારા પ્યારા ગુરુજીનો પરવાનો,*
*પરવાનાને દુનિયા શું જાણે,*
*દિલ દઈને બન્યો હું દિવાનો,*
*દિવાનાને દુનિયા શું જાણે - ટેક*
*ગુરુ જ્ઞાન સાગરના મોતી છે,*
*એના રૂપમાં ઝગમગ જયોતિ છે,*
*એની આંખોના નૂરનો ચમકારો,*
*ચમકારાને દુનિયા શું જાણે - મારાં*
*હું તીરથ વ્રત નહી કરનારો,*
*ગુરુ ચરણે ચિતડું ધરનારો,*
*હું તો પ્રેમ મગન થઈ ફરનારો,*
*ફરનારાને દુનિયા શું જાણે - મારાં*
*જેના અંતરમાં વિરહની અગ્નિ છે,*
*એને ગુરુ મિલનની લગની છે,*
*એવી વિરહની અગ્નિમાં બળનારો,*
*બળનારાને દુનિયા શું જાણે - મારાં*
*જેની સુરતીમાં મૂર્તિ છુપી રહી,*
*જાહેરમાં રહી તે મારા મનમાં રહી,*
*કહે બાપુએ મુરત પર મરનારો,*
*મરનારા ને દુનિયા શું જાણે - મારાં*