Gujarati Quote in Thought by Rajeshwari Deladia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ક્ષણ કેટલાંક માટે ખુશી લાવે તો કેટલાંકને દર્દ આપે છે.અત્યારે આપણાં બધાં માટે જ અત્યારની ક્ષણ ખૂબ જ ડરવાની છે એમ કહીયે તો ચાલે.

હાલની પરિસ્થિતિ એટલી ભયાનક છે કે એક જ ક્ષણ માં આપણી સાથે શુ થશે એ કોઈને ખબર નથી.

થોડા દિવસ પહેલા જ મારી નજરની સામે એક એવી ઘટના બની જે જોઈને મારુ હ્દયદ્ધવી ઉઠ્યું અને બોલી ઉઠ્યું કે હે ભગવાન આ કેવી બીમારી છે જેને કારણે બધાં જ એકબીજાથી દુર થઈ રહ્યાં છે.પોતાની પાસે બધુ જ હોવાં છતાં પણ તેઓ લાચાર બની ગયા છે.

આજે વાત કરવા જઈ રહી છું એક એવાં પરિવારની જેમના ઘરે 6 સભ્યો રહે છે અને આ 6 સભ્યોમાંથી 5 સભ્યોને કોરોનાં પોઝેટીવ આવ્યો. વિચારો આ ક્ષણ એ પરિવાર માટે કેવી હશે?

હા મિત્રો આ ક્ષણ એ પરિવાર માટે ખૂબ જ ખૌફનાક હતી.એ પરિવારને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એમને બીજા ઉપર આધાર રાખવો પડ્યો. પાછો મનમાં ડર કે જેને પણ કોઈ કામ કરવા કહીશું એ કરી આપશે કે નહીં.ઘરે વડીલ અને બાળકની તબિયત સારી રહેશે કે નહીં?

આ ક્ષણ આ પરિવાર માટે સાચે જ ખૂબ જ દર્દનાક હતી.

જ્યારે મને ખબર પડી કે એમને ત્યાં આવુ થયુ છે એ ક્ષણે જ મે એ બેનને ફોન કર્યો અને કહ્યુ તમને કાંઈ પણ જરૂર હોય તો મને કહેજો હુ મારાથી બનતું બધુ જ તમને કરી આપીશ.મે એમને માનસિક રીતે સાંત્વના આપી.

એ ક્ષણે એમને મારો દિલથી આભાર માન્યો.

મારાથી બનતી મદદ મે અને મારા હસબન્ડ બંનેએ કરી.

ત્યારપછી એમનાં ઘરે 3 4 દિવસ પછી એ બેનનાં નણંદ દેવલોક પામ્યા.ત્યારે સૌથી પહેલા એમને મને ફોન કર્યો અને આ ખબર મને આપી.

આ ક્ષણ મારા માટે પણ ખૂબ જ દુઃખદાયક હતી.કેમ કે એમનું ઘર મારા બાજુનાં જ બ્લોકમાં છે અને મારી બાલ્કનીમાંથી તેઓ મને રોજ દેખાય.એટલે એમનો ચહેરો મારી નજર સામેથી હતી જ ન તો રહ્યો.

આજે હમણાં લખતા લખતા પણ તેમનો ચહેરો મારી નજર સમક્ષ આવી ગયો.

વિચારો આ ક્ષણ એમનાં પરિવાર માટે કેવી રહી હશે?

રાજેશ્વરી

Gujarati Thought by Rajeshwari Deladia : 111614093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now