થઈ શરૂઆત એક નવા યુગની......
હજારોની ભીડે રહી હું એકલી......
Hi, hello કરી ઓળખ છુપાવી.......
પરીચય આપે ચહેરા છુપાવી..........
સલાહ સંસ્કારે જાણે મહાત્મા.......
વાતો જાણે એ જ પરમાત્મા........
લાગણીને તો ચીંથરે ઉડાડે.....
મીત્રતાની વ્યાખ્યા ક્યાં.? જાણે....
પ્રેમ પ્યારની બાંગ પોકારે..........
ઉંમરના લીહાઝને એ ક્યાં..? માને.......
નેટ બેન્કીંગ વોટસપ એફબી........
ફ્રોડ કરવાના સરળ રસ્તા જાણે........
સાયબર વિશ્ર્વ વિશાળ ઘણું.........
ગુનાહ થાય ગણ્યા કેમ..? ગણું.........
સારું સારું એમા જાણ્યું ઘણું.........
પણ..!....
દુનિયાને મોઢે કેમ..? બાંધુ ગરણું........
🙏જય શ્રીકૃષ્ણ 🙏
-Doli Modi